Tuesday, February 6, 2024

લાક્ષાગૃહ- વર્ષા અડાલજા: Book Review

લાક્ષાગૃહ



પ્રકાશન : મે ૨૦૧૩ 

મુખ્ય પાત્રો :

  • પ્રિયા 
  • કાજલ 
  • તરુણ 
  • સાવિત્રીબહેન
  • ધીરુભાઈ 
  • અમર
  • કરણ 

   વર્ષા અડાલજા ની નવલકથા 'લાક્ષાગૃહ' ના  પાત્રોને પોતપોતાના સ્વયંરચિત લાક્ષાગૃહ છે, જેની આગમાં પોતે જ બળી ને ભસ્મ થઈ જાય છે. વાંચતી વખતે સતત એક સસ્પેન્સ છે, આગળના પાના પર શું હોઈ શકે એ કલ્પી શકાતું નથી. આ સસ્પેન્સ ખૂલે ત્યારે, ઘસ્ફોટ થાય ત્યારે કંઈક જુદી જ ઘટના રચાતી જાય છે. 


આ નવલકથામાં બધા પાત્રોના પોતપોતાના અલગ મંતવ્યો છે,(જે વાસ્તવિક જીવન માં પણ હોય છે) પણ મહદઅંશે કોઈ એક પાત્રની સ્ટોરી પરથી આપણે એક જ બાજુના વિચારો જાણી શકીએ છીએ. આ નવલકથા થર્ડ પરસન omniscient perspective થી લખાઈ હોવાનો આ એક અગત્યનો ફાયદો છે. બધા પાત્રોને પોતપોતાની વાત રજૂ કરવાનો અવસર મળેલ છે. કોણ સાચું કોણ ખોટું એ નક્કી કરવું અઘરું બની જાય છે. આ નવલકથા વાંચતી વખતે મારા મનમાં બે ઉદાહરણો આવેલા. પેલું તો Chimamanda Ngogi Adichie નું 'Danger of Having Only Story' અને 'The Only Story' by Julian Barnes. Chimamanda Ngogi Adichi ના મત પ્રમાણે એક સ્ટોરી ખતરનાક છે જે આપણને અન્ય સ્ટોરી ના હાર્દ સુધી પહોંચવા નથી દેતી.  Julian Barnes The Only Story ma Pual- નાયકના મત થી એના જીવન ની એક કથા કહે છે જેમાં narration પણ બદલાયા કરે છે. શરૂઆતમાં જ પૌલ કહે છે, આપણા બધાના જીવનમાં ઘણી બધી કથાઓ છે, પણ એમની એક જ મહત્વની હોય જે આપણે સતત કહેતા હોઈએ છીએ. પણ નવલકથામાં અન્ય પાત્રોના મંતવ્યો જાણી શકતા નથી. આ માત્ર પૌલ ની કથા છે જે પોતે એ કથાને અનુકૂળતા મુજબ ફેરવી શકે અથવા ખૂટતી માહિતી પોતાની રીતે પુરે છે. જેથી તે Unreliable narrator પણ છે.


લક્ષાગૃહમાં એવું નથી. પ્રિયા અને કાજલ બંને એકબીજાથી એકદમ વિરૂદ્ધ વિચારસરણી ધરાવે છે, જીવન જીવવા માટે, પોતાની માટે અને અન્ય માટે. એક પોતાના પરિવારની લાડલી બની પરિવારનો ટેકો બની ઊભી છે તો બીજી પોતાના સપનાઓની પાંખે ઉડવા માંગે છે. એક સરળ સ્વભાવ અને બીજી એકદમ ઉગ્ર. જ્યારે વાચક પ્રિયા અને પરિવાર તરફ જુકે ત્યારે લેખિકા ઘણી વખત આપણને વિચારતા કરી દે છે કે શું કાજલ સાવ જ ખોટી છે? કદાચ એનો જવાબ ના પણ મળે. છતાં કાજલે પોતાના સપના ત્વરિત સાકાર કરવા માટે અપનાવેલ રસ્તો એને માર્ગ ભટકાવી દે છે. આવું તરુણ ના સંદર્ભ માં પણ કહી શકાય. એને અપનાવેલ માર્ગ પણ એને ઊંડી ખાઈ તરફ ધકેલી દે છે. કાજલ અને તરુણ બંને કંઇ પણ પ્રકારની ઊંડી સમજણ અને વિચાર વિના એ માર્ગ પર ચાલ્યા જાય છે જ્યાંથી પછી વળવું અશક્ય બની જાય. તરુણ અને કાજલને પણ એક જ ત્રાજવા માં મુકવા એ પણ અસમંજસ છે(કદાચ ન જ મૂકી શકાય). પ્રિયા બધાથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે, સતત એક આદર્શ પાત્ર બની રહે છે. કાજલ અને છેલ્લે તરુણ પણ કાજલના આ આદર્શની ટીકા કરતા જોવા મળે છે. આ સમયે એ પણ પ્રશ્ન થાય શું પ્રિયા પોતાની જગ્યાએ જે કરે છે તે બરાબર છે. સાહિત્ય આ જ તો શીખવે છે. 


નવલકથામાં Parenting પર પણ એટલો જ ભર મૂકયો છે. કાજલ સતત એના પિતાને કહેતી હોય છે કે તમે અમારા માટે કઈ ન કરી શક્યા. આવું સાવિત્રિબહેન પણ એમના પતિને કહે છે. આ વચ્ચે ધીરુભાઈના વિચારો પણ ક્યાંક પુરુષસત્તાક હોય એ પણ ખબર પડે છે. બાકી તો ઠીક પણ એ પોતે એક જ ઘરમાં બધાની જરૂર પૂરી કરે(એ કરી શકે છે કે કેમ એ નવલકથામાં દૃષ્ટિગોચર થાય જ છે) અને ઘરમાં એજ એક મુખ્ય હોય એ ભાવ એમને બધાથી દૂર કરી દે છે. સાવિત્રીબહેન જ્યારે રસોઈના ઓર્ડર લેવા વિચારે છે અને લે છે ત્યારે આ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે. પોતાની પત્ની અને બાળકો કામ કરી ઘરમાં સગવડ પૂરી પાડે એ વાતથી જ ધીરુભાઈના સ્વાભિમાનને ઠેસ લાગે છે.(આવું મે પણ જોયું છે કે પિતા અથવા ઘરના વડીલ એ ન ઇચ્છે કે ઘરનું નામ સ્ત્રીઓ કે બાળકોના નામ પર આગળ વધે). ખેર આ વિચારસરણી પણ બદલી ગઈ હોય પણ એના અંશો હજુ છે જ, જે આપણે સ્વીકારવું રહ્યું. સવિત્રિબહેનના કામ કરવાની સાથે જ ઘરમાં ઉથલપાથલ શરૂ થઈ. શું આ એ દર્શાવે છે કે સ્ત્રીઓ જો ઘરનું કામ મૂકી, અન્ય કાર્ય કરે તો ઘર વેરવિખેર થઈ જાય? અથવા તો એના પર જ બધાને સાચવવાનો ભાર છે? અહીં નવલકથામાં સાવિત્રિબહેન જ્યારથી ઓર્ડર લેવાનું શરૂ કરે એ પછી જ કાજલની મનમાની વધી જાય છે, તરુણ પણ દારૂ ની હેરાફેરીમાં લાગે છે. સાવિત્રિબહેન પાસે હવે સમય નથી કે એ પણ હવે થકી ગયા છે આ બધાથી? માતૃત્વનો ભાર પણ છે જે Buchi Emecheta 'The Joys of Motherhood' માં પણ તેની વાત કરે છે. પણ સતત એક જ પ્રશ્ન બધાના મનમાં આવે છે કે શું આ એ જ આદર્શ ઘર છે. બધા કેટકેટલું પોતાની અંદર સમાવી બેઠા હતા!


આ નવલકથા વાંચ્યા પછી મનમાં અનેક પ્રશ્નો થયા. શું કાજલ અને તરુણે જોયેલ સપના તેમના લાક્ષાગૃહ બને છે?- કદાચ નઈ. દરેક વ્યક્તિને પોતાના સ્વપ્નો અને આકાંક્ષાઓ હોય છે. પણ તેને પૂરા કરવા માટે યોગ્ય રસ્તો શોધવો જરૂરી બને છે. શોર્ટ કટ ક્ષણિક સિદ્ધિ હાંસલ કર્યાનો દંભ માત્ર આપે છે જે સરવાળે દાવાનળ બની પોતાને જ ભરખી જાય છે. આ નવલકથામાં પણ આવુજ કંઇક છે. તરુણ અને કાજલ બંને ક્ષણિક સિધ્ધિની આડમાં સર્વસ્વ ખોઈ બેસે છે. કાજલને તેના ઘરનું, આજુબાજુનું lower middle class વાતાવરણ અને ઘરના લોકો બંનેથી ચીડ થાય છે અને પોતે જ એમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે. એમાં જરાય ખોટું નથી પણ સાથે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો અને એ દિશા ક્યાં લઈ જશે એ વિચારવું આવશ્યક છે. 


અંતમાં જ્યારે પ્રિયાને પોલીસ સ્ટેશનથી ફોન આવે છે(ખરેખર તો અસ્પતાલથી આવે છે) ત્યારે બધાને એવું ભાસે છે નક્કી તરુણ પકડાયો હશે અથવા મૃત્યુ. પણ ત્યાં તો કાજલની લાશ મળે છે. શરૂઆતમાં ખૂબ જ રણકતું ઘર લાક્ષાગૃહ જ હતું જે અંતે બળીને ભસ્મ થઈ જાય છે સાથે આવસીને પણ આગની લપેટમાં લઈ લે છે. 


અહીં પ્રણય, વિશ્વાસઘાત(પરિવારના સદસ્યો દ્વારા / ધીરુભાઈના બહેનનો દીકરો જ એનું ઘર પચાવે પાડે છે, અને અન્ય બાબતો વિશે પણ વાત છે પણ આ મારી findings છે જે મે આ પાસાઓથી દૂર રહીને કરી છે.


આભાર ..

No comments:

Post a Comment

Classroom Activities: Business Card Introduction & Message Relay

A Memorable Start to Semester 2! 🌟 Yesterday and Today were truly special as I organized two engaging activities for my B.Com Semester 2 st...