Saturday, September 23, 2023

Wandering On Wheels: A Storyteller's Tale

 હું છૂ વાર્તા કહેનારો...


વાર્તા કોને સંભળાવી ન ગમે? તારીખ 22 સેપ્ટેમ્બર 2023 અને શુક્રવારે સેશન હતું વાર્તા પર અને એ પણ એવા એવા જાણીતા વાર્તાકાર પાસેથી જેઓએ (એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી) વાર્તા જીવંત રાખવામાં અનેરું યોગદાન આપ્યું છે. તો અમને વાર્તાનો આસ્વાદ કરાવ્યો Dr. Dikpalsinh Jadeja sir એ, Assistant professor at department of Gujarati, MKBU.



એમના વાર્તાનાં ક્ષેત્રમાં ખેડાણ એમની પાસેથી સંભાળવાના અનેક ફાયદા પણ થયા જેમકે આ પરથી એમના અનુભવો જાણવા મળ્યા, વધુમાં બાળકોમાં પ્રિય એવી વાર્તા માત્ર વાર્તા નથી બની રહેતી પણ ક્યારેક કોઈકની જીવાદોરી ને નવી ચેતના પૂરી પડતી દવા પણ બની જાય છે. તેમણે રેકોર્ડ કરેલી વાર્તાઓ આજે અનેક લોકો સાંભળે છે અને માત્ર અવાજ જ વ્યક્તિત્વ બની જાય છે. જેમ સાહેબે થોડા ઉદાહરણ દ્વારા સમજાવેલું કે આ રેકોર્ડ કરેલી વાર્તાઓ કઈ રીતે એવા બાળકોને સાજા થવામાં મદદરૂપ બની છે.

વધુમાં સાહેબની પ્રવાસ કથાઓ પણ સાંભળી- જેને સાહેબ રખડવું કહે છે. પણ જોવાની ખૂબી એ છે કે રખડવા માંથી પણ કેટલું બધું શીખવા મળે છે. સાહિત્યના વિદ્યાર્થી કે અધ્યાપક હોવું એ સાહિત્ય પરતું ક્યારેય સીમિત નથી હોતું. Dilip Barad sir પણ આ બાબત અવારનવાર કેતા જ હોય છે કે સાહિત્યના વિદ્યાર્થીઓ માં એક historic sense હોવી જોઈએ કે થકી તેઓ વર્તમાનને મૂલવી શકે. આજ વાત આજે Dikpal sir એ પણ કરી. તેમણે તેમનો એક પ્રવાસ નિબંધ સંભળાવ્યો જેનું શીર્ષક છે ' જાવું હતું જકર્તા અને નીકળ્યો હું ચોબારી '. અનેક ઔતિહાસિક જગ્યાઓ સાથે જોડાયેલ અનેક દંતકથાઓને વિસ્તારપૂર્વક પણ જાણવા મળી. વાત એ છે કે તમે જ્યાં જાઓ છો એને તમે કઈ રીતે જાણો અને સમજો છે તે મહત્વનું છે. જેને માટે એક Historic sense કેળવવી ખૂબ જ જરૂરી છે.
સાહેબને સંભાળવા ખરેખર એક લહાવો હતો એનું એક કારણ આ અને બીજું કારણ એ ક કે તેઓ મારા શિક્ષક Ashvin Avaiya સાહેબના પણ શિક્ષક છે. અને શિક્ષકના શિક્ષક ને સાંભળવાની આતુરતા કોને ન હોય?

Attending this session has truly insightful

The whole session was hosted by Pooja Bhuva. Vaidehi ma'am orally welcomed sir and gave a brief introduction of sir. Bhumi, Dhatri and Avni shared the feedback whereas I delivered vote of thank. Megha ma'am also shared vote of thanks. We are really grateful to you sir for enlightening us with your own travel writings and storytelling art. Thank you Barad sir and Vaidehi ma'am for organizing this session.



No comments:

Post a Comment

Flows of Communication

Flows of Communication in an Organization Effective communication is vital for the smooth functioning of an organization. Communication with...